મંડળનો હેતુ

  • ભક્તિનો ફેલાવો કરવો.

  • બહેનો બપોરના સમયે સૂઇ જવાના બદલે ભક્તિમાં પ્રવૃત્ત થઇ, સત્સંગમાં સમય પસાર કરે અને ભજન-સત્સંગ દ્વારા આત્માના આનંદનો સ્વાદ ચાખે.

  • ભજન-સત્સંગ દ્વારા સ્વેચ્છાએ જે દાન મળે તે સ્વીકારવું.

  • દાન એકઠું કરીને તેને રક્તપિત્તીયાની હોસ્પિટલ, બીજી હોસ્પિટલો, અનાથાશ્રમ, ઘરડા ઘર, ભણતા બાળકો, સમાજ વડે ઉપે‍ક્ષિત વર્ગો અને ઢોર-ઢાંખર માટે વાપરીને તે દાનને પાછુ સમાજમાં અર્પણ કરવું.

  • ભજન સત્સંગના ફેલાવા માટે દાનનો ઉપયોગ કરવો.

સંચાલિકા

  • મીનાબેન પી. ઠક્કર. જેમણે ૧૯૯૫ ની સાલથી ‘ગોપી ભજન મંડળ’ ની સ્થાપના કરેલી છે. ભક્તિના વક્તવ્યને શાંત-નિર્મળ વાણીથી વહાવીને મધુર-ભાવવાહી ભજનો દ્વારા ભાવોન્માદમાં તરબોળ કરનાર વક્તા.
  • મીનાબેન તેમના અત્‍યંત સરળ સ્‍વભાવથી સર્વેના પ્રીતિપાત્ર બન્યા છે. હૃદયના  ઉંડાણમાંથી છલકતું નિખાલસ હાસ્ય અને અ-માની વ્યક્તિત્વ એ જ તેમની ઓળખ છે.
  • તેમની અસ્‍ખલિત ભાવવાહી વાણીથી ભણેલા તેમજ ઓછુ ભણેલા સહીત તમામ ઉંમરની મહિલાઓના તેઓ પ્રીતિપાત્ર બન્યા છે.
  • ભજનની મુખ્ય ધારને વળગી રહેવાની નોંધપાત્ર વિશેષતા તેઓ ધરાવે છે. ઉપદેશાત્‍મક શૈલીથી તેઓ સદંતર દૂર છે.
  • Footprint of Minaben on a way to Satsang
  • મંડળના સભ્યો

  • મહિલા મંડળ હોઇ મહિલાઓ સભ્ય છે. જેમાં ૭૦ સભ્‍યો નોંધાયેલા છે. પરંતુ દંપતિ સાથે ભજનમાં આવે તે આવકાર્ય. Continue reading
  • આખ્યાનમાં રજુ થતા પ્રસંગો

    • નવધા ભક્તિઃ નવ પ્રકારની ભક્તિનું નિરૂપણ. (૯ દિવસનો સત્‍સંગનો કાર્યક્રમ)

    • રામાયણઃ રામકથા(૭ થી ૯ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)

    • ભાગવત કથાઃ (૭ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)

    • સંતોના જીવન ચરિત્રોઃ મીરાબાઇ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, તુકારામ જેવા સંતોના જીવન ચરિત્રો, સુંદરકાંડનું ગદ્યમાં નિરૂપણ. (૩-૩ દિવસના સત્સંગ કાર્યક્રમ)

    • આનંદનો ગરબોઃ બહુચરબાળી માતા અને વલ્લભ-ધોળાના આખ્યાન સહીત.(એક દિવસ)

    • જન્મ દિવસ નિમિત્તેઃ નંદ મહોત્સવ, રામ જન્મ જેવા ભજન-આખ્યાન. (એક દિવસ)

    • દિકરા કે દિકરીના લગ્ન નિમિત્તેઃ પ્રસંગ અનુસારના શામળીયાનો વિવાહ, રાધા વિવાહ, સીતા સ્વયંવર, રૂક્ષ્‍મણી વિવાહ, કુંવરબાઇનું મામેરૂ જેવા ભજન-આખ્‍યાનના પ્રસંગો. (એક દિવસ)

    • પુણ્યતિથી નિમિત્તેઃ શ્રધ્ધાંજલીના ભજન આખ્યાન. (એક દિવસ)

    • યજમાનની ઇચ્‍છાનુસારઃ સંત મહાત્‍માઓના જીવનચરિત્રો પર આધારીત ભજન-આખ્યાનના પ્રસંગો (એક દિવસ)

    • આખ્યાનના પ્રસંગોનું નિરૂપણઃ ભાવવાહી અને અર્થસભર મધુર ભજનો સાથે.

    ભજનનો સમયઃ

    રાત્રેઃ૯.૦૦ થી ૧૨.૦૦

    અથવા

    દિવસેઃ ૩.૦૦ થી ૬.૦૦

    યજમાને કરવાની વ્‍યવસ્થા

  • (૧) સ્ટેજ (ર) પાથરણા (૩) લાઇટ (૪) ફૂલ-હાર (પ) યજમાનની ઈચ્‍છાનુસારનો પ્રસાદ.
  • ભજન-આખ્‍યાનમાં યજમાન દંપતિ તેમના કુટુંબ કબીલા અને મિત્ર મંડળ સાથે ભજનમાં બેસે તેવો હૃદયનો આગ્રહ.
  • ભજન-આખ્‍યાન દરમિયાન શાંતિ જળવાય તેવો આગ્રહ.
  • ભજન દરમિયાન કોઇ અવાજ થાય તો, તેવા પ્રસંગે કૃપયા યજમાને તત્પરતા દાખવીને શાંતિ પ્રસ્‍થાપિત કરવા પ્રયત્‍ન કરવો.
  • સત્સંગ શરૂ થયા પછી પધારતા આમંત્રિતોને આવકારવા માટે યજમાને ઉભા ના થતાં શાંતિની જાળવણી કરવી.
  • આવેલા એવા આમંત્રિતોને કોઇપણ જાતના અવાજ વગર બેસાડી દેવા.
  • ભજન દરમિયાન આમંત્રિતોને ચ્હા-પાણી-નાસ્તો પીરસીને સત્સંગનું વાતાવરણ ના બગાડવું.
  • શાંતિ એ ઇશ્વરનો આકાર છે.
  • शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं,

    विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।

    लक्ष्‍मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,

    वंदे विष्‍णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥

    ભજન – આખ્યાનનો ચાર્જ

  • (૧) ઢોલક-તબલા પ્લેયર,(ર) ઓર્ગન પ્‍લેયર, (૩) સાઉન્‍ડ સીસ્ટમનો ખર્ચ, અને (૪) મંડળના સભ્‍યોનો આવવા-જવાનો ભાડાનો ખર્ચ યજમાને ઉઠાવવાનો રહેશે. Continue reading
  • Follow

    Get every new post delivered to your Inbox.